વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેના ભાગરૂપે આજરોજ દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસ ઈ લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં યોજાયો હતો.
આ વેળાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ/ખાતમુહૂર્તની શોર્ટ ફિલ્મને નિહાળી હતી. ઉપરાંત વડાપ્રધાન એ વિવિધ જિલ્લાના આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કરીને એમની લાગણીઓને સાંભળી હતી. સાથે વડાપ્રધાનશ્રીના ઉદ્બોધનને ઉપસ્થિત સૌએ વર્ચ્યુઅલી નિહાળ્યું હતું.
નર્મદા જિલ્લા સંગઠનના પ્રભારી ધર્મેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, હંમેશા છેવાડાના લોકોની ચિંતા કરનારશ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ નેતૃત્વમાં મોદીએ આયુષમાન કાર્ડ થકી મફતમાં સારવાર, ઉજવલા યોજના થકી બહેનોની ચિંતાઓ દૂર કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ડેડિયાપાડા અને સાગબારમા મંજૂર કરીને પાકા ઘરનો સહારો મળી રહ્યો છે. જેની અનેક યોજનાઓ યોજનાનો થકી ગ્રામજનોને સહારો બની રહ્યા છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો હસ્તે ૫ હજાર જેટલા લાભાર્થઓ માટે કુલ રૂ. ૩૩.૪૪ લાખના ખર્ચે ૨૭૮૭ જેટલા આવાસોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મેરી કહાની, મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં.
આ કાર્યક્રમમાં ભરૂચ લોકસભા સંગઠનના સંયોજક
યોગેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા શંકરભાઈ વસાવા, માજી નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુશાબેન વસાવા, માજી ધારાસભ્ય દેડીયાપાડા મોતીભાઇ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઇ વસાવા, સાગબારા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, નર્મદા પશુ પાલન સમિતિના ચેરમેન શ્રી હિતેષભાઇ વસાવા, નર્મદા બાધકામ સમિતિના ચેરમેન ખાનાસિગભાઈ વસાવા, નિવાસી અધિક કલેકટરશ્રી સી.કે. ઉંધાડ, ડેડિયાપાડા પ્રાંત અધિકારી ધવલ સંગાડા, નર્મદા જિલ્લા મહામંત્રી નીલ રાવ, સાગબારા અને ઇન્ચાર્જ ડેડિયાપાડા મામલતદાર શૈલેષ નિઝામા, સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, ગામડાઓમાંથી પધારેલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.