સંત રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ ડાકોર 56 ના ઉપપ્રમુખ અને 636 રોહિત સમાજના અગ્રણીનું અકસ્માતમાં મૃત્યુ થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે.
સમાજના નવયુવાન અગ્રણી મનુભાઈ જીવાભાઈ ચાવડા મૂળ ગામ સૈયાંત હાલ ડાકોરનાઓ તા.૩/૩/૨૦૨૪ ના રોજ ઉમરેઠથી પોતાની બાઈક લઈને બંને પતિ-પત્ની પોતાના ઘરે પરત ડાકોર આવતા હતા. ત્યારે ડાકોરની સીમમાં આવેલ આદર્શ રિસોર્ટ કોટીયાડધામ મંદિર પાસે અચાનક બાઈકની ચેચિસ તુટી જવાથી મનુભાઈ ચાવડા બાઈક સાથે નીચે પટકાયા હતા ને માથાના પાછળના ભાગે ઇજાઓ થતાં બ્લડ હેમરેજ થઈ જવાથી મૃત્યુ થયું હતું. મનુભાઈ ચાવડાના અવસાનથી સંત રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ પરગણા ૫૬ ડાકોરમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી.