કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ને પોરબંદર સીટ થી ટિકિટ અપાતા કોળી સમાજના નીમુબેન બાંભણિયા અને કાળુભાઈ જાંબુચા નુ નામ મોખરે ગણાય રહ્યું છે , એવું પણ લોક ચર્ચા થઈ રહી છે કે ગોરધનભાઈ ઝડફિયા ને પણ ટિકિટ મળી શકે .
કાળુભાઈ જંબૂચા કોળી સમાજના આગેવાન અને સમાજિક કાર્યકર્તા છે જ્યારે નીમુબેન ભાવનગરના કોર્પોરેટર અને મેયર રહી ચૂક્યા છે . ૧૫ લોકસભા સીટમાં કોળી સમાજ ની વસ્તી વધુ હોવાથી જાતિગત સમીકરણો ને જો ધ્યાને રાખવામાં આવે તો કોળી ઉમેદવારની શ્યકતાઓ વધુ છે .
આગામી દિવસોમાં જોવાનુ રહ્યુ કે ભાજપ નો રીપીટ થીયરી લાવી ને નવો ચેહરો પસંદ કરે છે કે પછી ભારતીબેન શિયાળ ને ત્રીજીવાર ચૂંટણી લડાવશે .