સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સિહોર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રનાં સંચાલક અને તેડાગરને ‘માતા યશોદા સન્માન’ એનાયત થયેલ છે.
પાલિતાણામાં ધારાસભ્ય ભિખાભાઈ બારૈયાની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલ નારીશક્તિ વંદના કાર્યક્રમમાં સિહોર તાલુકાનાં ‘શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર’ નિધીબેન દવે અને ‘ આંગણવાડી તેડાગર’ રીનાબેન પરમારને ગુજરાત સરકારનાં મહિલા અને બાળવિકાસ વિભાગની સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦/૨૧માં કામગીરી માટે ‘માતા યશોદા સન્માન’ એનાયત થયેલ છે.
સિહોર તાલુકામાં ઈશ્વરિયાનાં ઈશ્વરપુર વિસ્તારની આંગણવાડી કેન્દ્ર ૩નાં આ સંચાલક અને તેડાગર દ્વારા વર્ષ ૨૦૨૦/૨૧ દરમિયાન સાર્વત્રિક બિમારીનાં સમયગાળામાં આંગણવાડી તેમજ ગામ માટે સરકારનાં આરોગ્ય જાગૃતિ સંબંધી કાર્યોમાં વિશેષ ફરજ નિભાવી હતી.
પાલિતાણા વિધાનસભા વિસ્તારનાં યોજાયેલ નારીશક્તિ વંદના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી અંકિતભાઈ પટેલ, પાલિતાણા તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી, સિહોર તાલુકા વિકાસ અધિકારી પ્રીતિબેન ઠાકોરની ઉપસ્થિતિમાં સન્માન એનાયત થયાં છે.