ખેડા જિલ્લા કોંગ્રેસમાં રોજ ભંગાણ પડતું જાય છે, કોંગેસના કાર્યકારો ભાજપમાં જોડાઈ રહ્યા છે. કંજરી નગરપાલિકાના કોંગ્રેસના કાર્યકરો એ નડીયાદ સ્થિત કમલમ કાર્યાલયમાં ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખએ સહુને ભાજપમાં આવકારી ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કણજરી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને કોઉન્સિલર ચિરાગભાઈ પટેલ,કંજરી ભાજપના પ્રભારી મનોજભાઈ ત્રિવેદીને આગેવાની અને રાહબરી હેઠળ કંજરી ન. પા.ના બળવંતભાઈ પી. પરમાર, કાઉન્સિલર પ્રકાશભાઈ પરમાર સહિત, માજી મહામંત્રી કોંગેસ સમિતિ મનોજભાઈ આર. પરમાર, રાજેશભાઈ પરમાર સહિત વીસ જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખએ જણાવ્યું હતું કે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જન હિત, રાષ્ટ્ર હિતને કેન્દ્રમાં રાખી કામ કરવાની પદ્ધતિ અને પ્રેરણાથી સહુ ભાજપમાં જોડાઈ રહ્યા છે.જેમનો હૃદયથી આવકાર છે.