Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

લીંબાસી પો.સ્ટે. હદમાંથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ ખેડા-નડીયાદ

લીંબાસી પો.સ્ટે. હદમાંથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ ખેડા-નડીયાદ

ખેડા – નડીયાદ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ એલ.સી.બી સ્ટાફનાઓ લીંબાસી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન લીંબાસી ચોકડી પાસે આવતા પો.કો જયેશકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે સીંજીવાડા, સેજુડીપુરા, ખેતરમાં જેલસિંગ ઉર્ફે જયેશ ઉર્ફે જલ્યો સ/ઓ ભુપતભાઇ સોલંકી રહે.સીંજીવાડા, સેજુડીપુરા તા.માતર જી.ખેડા નાઓ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ચોરી છુપીથી ખાનગી રાહે રાખી વેચાણ કરતો હોય જે હકીકત આધારે સદર જગ્યાએ જઈ ચેક કરતા એક ઇસમ ખાટલામાં સુતો હોય જેને જેતે સ્થિતીમાં રોકી પંચો રૂબરૂ નામઠામ પુછતા જેલસિંગ ઉર્ફે જયેશ ઉર્ફે જલ્યો સ/ઓ ભુપતભાઇ સોલંકી રહે.સીંજીવાડા, સેજુડીપુરા તા.માતર જી.ખેડાનાઓએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં વગર પાસપરમીટનો ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂ તથા બીયર નંગ-૧૫૧ જેની કુલ કિ.રૂા.૫૬,૪૮૦૦/- એક મોબાઇલ ફોન કિં..હ ૫૦૦/- મળી કુલ કિ.રૂા.૫૬,૯૮૦/- નો મુદ્દામાલ રાખી સ્થળ ઉપરથી પકડાઇ ગયેલ હોય જે સદરી ઇસમ વિરૂધ્ધ લીંબસી પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.

 

 

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.