Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

કપડવંજ તાલુકાના પાંખિયા ચોકડી પાસે ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત

કપડવંજ તાલુકાના પાંખિયા ચોકડી પાસે ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત

કપડવંજ તાલુકાના પાંખિયા ચોકડીથી લાડવેલ તરફ જવાના માર્ગ પર મલકાણા લાટ નજીક રાત્રિના 9 કલાકના અરસામાં કન્ટેનર ચાલક ઓવરટેક કરવા જવાની લાહ્યમાં સામેથી આવતા ડમ્પર સાથે અથડાયું હતું અને બેકાબુ બનેલું કન્ટેનર રોંગ સાઈડમાં જઈ કાંસમાં ખાબક્યું હતું. માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોએ ભારે જહેમત બાદ કન્ટેનરમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો, જો કે આ ઘટનામાં ડમ્પરના ચાલક અને ક્લીનર તેમજ કન્ટેનરના ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

 

રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.