Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ફુવના ઘરે સોનાના દાગીના ની ચોરી કરી , લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો યુવક

ફુવના ઘરે સોનાના દાગીના ની ચોરી કરી , લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો યુવક

ચોરી ના કિસ્સાઓ વધતા જાય છે પરંતુ પોતાના જ ફુવા ના ઘરે ૩.૫ લાખ ની ચોરીનો બનાવ ભાવનગરમાં બનતા લોકો આશ્ચર્ય ચકિત થયા હતા .

લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસોને બાતમી મળેલ કે,પાર્થ રમેશભાઇ મહેતા રહેઠાણ ભાદેવાની શેરી તેના હાથમાં રહેલ લીલા કલર જેવી થેલીમાં સોનાના દાગીના લઇને ભાવનગર,બસ સ્ટેશન પાછળના ભાગે હોમગાર્ડ ઓફિસની સામેના ભાગે રોડ ઉપર ઉભેલ છે.જે સોનાના દાગીના કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા કડક તપાસ કરતા કોઇ સંતોષકારક જવાબ નહી આપતા , જેથી આ સોનાના દાગીનાઓ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ છે .

પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણ મળી કે શુક્રવારના રોજ તેના ફુવા પ્રવિણભાઇ પરિવાર સાથે તેના ઘરે રાતના જમવા માટે આવેલ ત્યારે ઘરેથી જમવાનું પાર્સલ લાવવા માટે તેના ફુવાનું એકસેસ સ્કુટર લઇ સ્કુટરમાં તેના ફુવાના ઘરની ચાવી હોવાથી દેવુબાગ, દિપ દર્શન ફલેટમાં આવેલ ફલેટમાં જઇ તેના ફુવાના દિકરા નિખીલભાઇના રૂમમાં કબાટ ખોલી તેમાંથી સોનાના દાગીનાઓની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ જેની કિંમત ૩,૫૦,૦૦૦ થાય છે .
પોલીસે પાર્થ રમેશભાઇ મહેતાની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.