આગામી લોકસભા 2024ને પગલે વિવિધ વ્યાવસાયિકો, વર્ગોમાં જનાધાર ઉભો થાય તે માટે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિવિધ બેઠકો યોજાઈ રહી છે ત્યારે નડિયાદના કમલમ કાર્યાલયમાં નડિયાદ સહિત ખેડા સંસદીય વિસ્તારના વકીલોની સભા યોજાઈ હતી. આ બેઠકમાં ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે દેશમાં 2024 પછી થયેલા સર્વાંગી વિકાસની વાત કરી હતી. વકીલોએ દેશની આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.હોવી સુરાજ અને સુશાનમાં વકીઓએ યોગદાન આપવાનું છે.એ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ભાજપને મત આપવા અને અપાવવા અપીલ કરી હતી.આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 400 પારના આંકડાને સાકાર કરવા સહુ વકીલોને અપીલ કરી હતી.
આ બેઠકમાં ખેડા સંસદીય બેઠકના પ્રભારી,બેઠકના સંયોજક અને એડવોકેટ દશરથભાઈ પટેલ,ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અને એડવોકેટ અમિતભાઇ ડાભી, સિનિયર એડવોકેટ કિરીટભાઈ બારોટ સહિત વિવિધ વકીલ મંડળના હોદ્દેદારો,વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.