ભારતીય ટપાલ વિભાગ, ખેડા ડીવીજન,નડિયાદ કચેરી દ્વારા લોકસભા ચુંટણી-૨૦૨૪ અંગે મતદાન જાગૃતિના પ્રચાર માટે ટોટલ ૬૫૦૦૦૦ પેમ્પલેટનું પ્રિન્ટીંગ કરવામાં આવ્યું છે અને તેના વિતરણની કામગીરી ભારતીય ટપાલ વિભાગના કર્મચારી જેમકે, પોસ્ટમેન તથા ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવતા તમામ ગ્રામીણ ડાક સેવક દ્વારા પેમ્પલેટ તમામ મતદારોના ઘર સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. આ કામગીરી તારીખ ૦૪/૦૫/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.