Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે

ભાગવતજી કૃષ્ણ કથામાં  સર્વ રસોનો સમન્વય રહેલો છે ભાગવતજી કૃષ્ણ કથામાં  સર્વ રસોનો સમન્વય રહેલો છે

ધોળામાં ઐતિહાસિક ધનાબાપા જગ્યામાં ચાલતી ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી ભાર્ગવદાદાએ કહ્યું કે, ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે. અહી કથા અને ગૌસેવામાં ભાવિકો જોડાયાં છે.

ગોહિલવાડનાં ઐતિહાસિક તીર્થસ્થાન ધનાબાપા જગ્યામાં મહંત બાબુરામ ભગત અને યજમાન પરિવારનાં સંકલન સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ચાલી રહેલ છે, અહીં સંતો, મહંતો સાથે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

વ્યાસપીઠ પરથી ભાગવત કથા વર્ણન કરતાં ભાર્ગવદાદાએ કહ્યું કે, ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે. કથામાં ભાવ અને ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો.

ધોળામાં ભાગવત કથા સાથે ગૌસેવામાં ભાવિકો જોડાયાં છે. અહી દાતાઓ સંતોના હસ્તે નીરણ આપવામાં આવી. કથા દરમિયાન કાર્યકર્તાઓનાં આયોજન સંકલન સાથે દરરોજ ગાયોને નીરણ આપવામાં આવે છે. આજુબાજુનાં ગામો ઉપરાંત બહારગામથી ધનાબાપા સેવક પરિવાર ઉપરાંત ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં કથા લાભ સાથે પ્રસાદલાભ લઈ રહ્યા છે.

 

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત (ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.