ઉમરેઠ ખાતે લાયન્સ ક્લબ અને શંકરા આઈ હોસ્પીટલ, મોગરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ ઉમરેઠ સિનિયર સીટીઝન હોલમાં યોજાયો. આ કેમ્પમાં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કપિલાબેન, નગરના અગ્રણી ગોપાલભાઇ ચાવડા, લાયન્સ પ્રમુખ લા.ઇશ્વરભાઇ પટેલ હોસ્પિટલના ડૉકટર શિલ્પાબેન, લા.ઘનશ્યામભાઇ, લા.દિપક્ભાઈ શેઠ, વગેરેએ દીપ પ્રાગટય કરીને કેમ્પની શરૂવાત કરી. કેમ્પમાં કુલ 177 દર્દીએ લાભ લીધો હતો જેમાં કુલ 39 દર્દીને મોતિયાની જરુર હતી પણ બી.પી ડાયાબીટીસના કારણે ફક્ત 13 દર્દીઓને જ ઓપરેશન માટે શંકરા હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. 40 દર્દી ને રાહતના દરે ચશ્મા આપવામા આવ્યા હતા હોસ્પિટલના જયંતિભાઇ પટેલે ખુબ જહેમત ઉઠાવી હતી આ કેમ્પ ને સફળ બનાવવામાં ઉપરાંત લા.દિપિકાબેન, લા.રાકેશભાઈ પત્રકાર રમેશભાઈ રાણા લા.કિરિટ ગાભાવાળા, લા.વિજયભાઈ ભટ્ટ , પ્રવીણાબેન કંસારા વગેરેએ પણ ખુબ જહેમત ઉઠાવી હતી. આ સેવાકેમ્પમાં અલ્પાહારની વ્યવસ્થા લા.જગદિશભાઈ તરફથી કરવામાં આવી હતી.