Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 20°C

સણોસરા પાસેનાં સરવેડી ગામની સીમમાં ખેડૂત પર દીપડાનો હુમલો

સણોસરા પાસેનાં સરવેડી ગામની સીમમાં ખેડૂત પર દીપડાનો હુમલો

સણોસરા પાસેનાં ડુંગરાળ વિસ્તારમાં આવેલાં સરવેડી ગામની સીમમાં લીંબુ બગીચા વાડીમાં ખેડૂત જેન્તીભાઈ ચૌહાણ પર દીપડાનો હુમલો થતાં ફફડાટ રહ્યો છે. આ દીપડાને પિંજરે પૂરવા વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે.

શેત્રુંજી કાંઠા અને પર્વત માળા સાથે જોડાયેલ આ પંથકમાં વન્ય પ્રાણીઓની અવર જવર રહે છે. સિંહ, દીપડા સહિતનાં પ્રાણીઓ જ્યારે ત્યારે ટહેલતાં હોઈ ખેડૂતો માલધારીઓ ચિંતામાં રહ્યાં છે.

સણોસરા પાસેનાં ડુંગરાળ વિસ્તારમાં આવેલા સરવેડી ગામની સીમમાં લીંબુ બગીચા વાડીમાં ખેડૂત જેન્તીભાઈ ચૌહાણ પર દીપડાએ હુમલો કર્યો છે, જેઓને સારવાર માટે સિહોર દવાખાને દાખલ કરાયેલ છે.

આ દીપડાને પિંજરે પૂરવા વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે, તેમ જાણવાં મળેલ છે.

 

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.