શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કુત્રિમ ફૂલોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો.
સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાના ગર્ભ ગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું અને દાદા ફુલોની વાડીમાં બેઠા હોય તેવું બનાવવામાં આવ્યું. અતિશય ગરમીના કારણે દાદાને ગરમી ના લાગે તે માટે કુલર પણ મૂકવામાં આવ્યું, આ પ્રસંગે દાદા ને મલિન્દો જમાડી ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવી.
આ મંદિર 140 વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે, જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે.
રિપોર્ટર – યેશા શાહ( ખેડા)