વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં નવા પ્રધાન મંડળમાં સ્થાન પામનાર ભાવનગર જિલ્લાનાં બે પ્રધાન મનસુખભાઈ માંડવિયા અને નિમુબેન બાંભણિયાને અભિનંદન પાઠવાયા છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આ બંને કેન્દ્રીય પ્રધાનને હરખ સાથે આવકાર અપાયો છે.
નવી લોકસભામાં ભારતીય જનતા પક્ષ અને સાથી પક્ષો દ્વારા નવા પ્રધાન મંડળ અંતર્ગત વડાપ્રધાન તરીકે કુશળ નેતૃત્વ આપનાર નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ સાથે અનુભવી ચહેરાઓને પ્રધાન મંડળમાં સમાવાયાં છે, જેમાં ભાવનગર જિલ્લાનાં બે પ્રધાન પ્રધાન મનસુખભાઈ માંડવિયા અને નિમુબેન બાંભણિયાને અભિનંદન પાઠવાયા છે.
ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ રાઘવજી મકવાણાએ કેન્દ્રીય પ્રધાન રહેલાં અને હાલ પોરબંદર લોકસભાનાં સાંસદ બનેલાં મનસુખભાઈ માંડવિયા દ્વારા રાષ્ટ્રમાં આરોગ્ય તેમજ અન્ય વૈશ્વિક બાબતોમાં આપેલાં નિર્ણય નેતૃત્વનો ઉલ્લેખ કરીને તેમજ નિમુબેન બાંભણિયા દ્વારા અગાઉ ભાવનગર મહાનગરપાલિકામાં અધ્યક્ષ તરીકે સફળ નેતૃત્વ પૂરું પાડયું હોવાનું જણાવેલ છે.
આમ, ભાવનગર જિલ્લાનાં જ અગ્રણીઓને કેન્દ્રીય પ્રધાન મંડળમાં સ્થાન મળતાં જિલ્લાનાં ભાજપ ઉપપ્રમુખો હર્ષદભાઈ દવે, ઉમેશભાઈ મકવાણા, નાનુભાઈ ડાખરા, રાજુભાઈ બાબરિયા, ગાયત્રીબા સરવૈયા, જ્યોત્સનાબેન ભટ્ટ, નારુભાઈ ખમળ તથા જગદીશભાઈ મકવાણા અને મહામંત્રીઓ ચેતનસિંહ સરવૈયા, ભરતભાઈ મેર તથા રાજેશભાઈ ફાળકી અને સંગઠન હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા હરખ સાથે આવકાર અપાયો છે, તેમ પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ તથા સહ સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.