ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના અધિકૃત વેચાણ અને સેવા કેન્દ્ર (આસરા) નડિયાદ દ્વારા તા. ૧૬ અને ૧૭ જુન ૨૦૨૪ના રોજ દિવ્યંગજનો અને સિનિયર સિટીઝન માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના કુલ ૪૫૨ જેટલા દિવ્યાંગજનો વિવિધ પ્રકારના કુલ ૭૭૬ સાધનો અને ૫૮ જેટલા સિનિયર સિટીઝનોને ૨૭૮ સાધનો વિતરણ કરવામાં આવ્યું.
સાધન સહાય ભારત સરકારના એ.ડી.આઈ.પી અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવ્યું. આસરા કેંદ્ર ના ડાયરેક્ટર ડો.ચંદ્રગોપાલના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં કુલ ૧.૪ કરોડની કિંમતના વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવેલ છે જેમાં કુલ ૧૭૨ દિવ્યાંગજનોને બેટરી સંચાલિત મોટરાઈઝ ટ્રાય સાયકલ, ૧૪૬ ટ્રાયસાયકલ, ૪૭ વ્હીલ ચેર, ૨૧૬ બગલ ઘોડી, ૫૪ વોકીંગ સ્ટીક, ૪ સી.પી. ચેયર, ૪૨ શ્રવણ યંત્ર અને ૧૯ અંધ જનો માટે સુગમ્ય કેન વિગેરે જુદી જુદી સાધન સહાય આપવામાં આવેલ. સાથે સાથે ૬૦ વર્ષથી વધુ ઉંમરના સીનીયર સીટીઝનોને ઘુટણ ના પટ્ટા, કમરના બેલ્ટ, વોકીંગ સ્ટીક, વોકર, કાનનું મશીન, કમોડ ચેર, વગેરે જેવા અત્યંત ઉપયોગી સાધનો નીઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ છે.
આસરા કેંદ્રના કોર્ડીનેટરએ જણાવ્યું કે આ બધા સાધનો જરૂરિયતમંદ લાભાર્થીઓને આસરા કેંદ્ર પર રજિસ્ટ્રેશન કરાયા પછી ડોકટરી તપાસ બાદ નીઃશુલ્ક મળે છે. આ બધા લાભાર્થીઓને અગાઉ ફેબ્રુઆરી મહિનામાં રજિસ્ટ્રેશન અને ડોક્ટરી તપાસ થઈ ગયા હતા તેનું વિતરણ કાર્યક્રમ યોજાયા છે. અને નવા લાભાર્થીઓને પણ રજિસ્ટ્રેશન સતત ચાલુ છે અને ડોક્ટરી તપાસ બાદ દર મહિને આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં માતર વિધાનસભાના ધારાસભ્ય, અલિમ્કો ઉજ્જૈન તરફ થી આવેલ જુનિયર મેનેજર, પુનર્વાસ વિશેષગ્ય, ઓડિયોલોજિસ્ટ અને આસરા કેન્દ્ર નડિયાદના ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યાં.