દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાના રાઉઝ એવન્યૂ કોર્ટના આદેશ પર દિલ્હી હાઇકોર્ટે રોક લગાવી હતી. જેના બાદ તેની સામે દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી છે. કેજરીવાલ વતી તેમના વકીલે દલીલ કરી હતી કે હાઈકોર્ટ દ્વારા અમારા અસીલને મળેલા જામીન પર સ્ટે મૂકવો એ ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. આ મામલે દલીલો બાદ કેજરીવાલના કેસમાં સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો કે રાહત ન આપતાં સુનાવણી બુધવાર સુધી ટાળી હતી.
Supreme Court posts Delhi CM Arvind Kejriwal’s plea for June 26 against the High Court order staying the bail granted to him by the trial court in the Delhi excise policy case.
(File photo) pic.twitter.com/R3g7O50LLR
— ANI (@ANI) June 24, 2024
સુપ્રીમકોર્ટમાં શું થયું?
સુપ્રીમકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં કેજરીવાલ અને તેમના વકીલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવી જોઈએ અને પછી જ અમારી પાસે આવો. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટનો સ્ટે ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. તેના પછી જસ્ટિસ મનોજ મિશ્રએ કહ્યું કે હાઈકોર્ટ આજ-કાલમાં ચુકાદો આપવાની છે. તેના પર સિંઘવીએ કહ્યું કે જો જામીન રદ થશે તો અમારા અસીલ કેજરીવાલ ફરી જેલ જશે.