જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સ્વચ્છતા, રોડ-રસ્તા, પાણી, વીજળી, એસ.ટી બસ સેવા, ખેતી માટે સિંચાઈ વ્યવસ્થા, ગેરકારદેસર બાંધકામ સહિતની જાહેર હિતને લગતી બાબતો વિશે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને સંબધિત વિભાગના ઉપસ્થિત અધિકારીઓ સાથે રૂબરૂ જ ચર્ચા કરી જિલ્લા કલેક્ટરએ આ પ્રશ્નોના નિવારણ માટે ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાથે જ ધારાસભ્યશ્રીઓએ દ્વારા આરોગ્ય, શિક્ષણ અને રોડ-રસ્તા જેવા અતિ મહત્વના વિષયો પર ત્વરીત કામગીરી દ્વારા સમસ્યાઓના નિકાલ લાવવા સુચનો કરાયા હતા.
વધુમાં સંકલનના સામાન્ય મુદ્દાઓ જેમ કે કચેરી વિષયક પડતર તુમારો, લોકોની પડતર અરજીઓ, સરકારી લેણાની વસુલાત, વિભાગો વચ્ચે સંકલનના પ્રશ્નો વગેરે બાબતે ચર્ચા કરી જિલ્લા વહિવટને વધુ કાર્યદક્ષ અને લોકાભિમુખ બનાવવા જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.
સંકલન સમિતિની બેઠક બાદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં પુરતા પ્રમાણમાં ઘંઉ, ચોખા, ખાંડ સહિત રાશન માટેનો જથ્થો તૈયાર રાખવા, ભેળસેળવાળી ચીજવસ્તુઓના નમુના ચકાસણી અર્થે મોકલવા, નવા રેશનકાર્ડ પરમીશન સહિતના મુદ્દે કરવામાં આવેલ કામગીરીની માહિતિ આપવામાં આવી હતી. સાથે ધારાસભ્યઓ દ્વારા ગોડાઉન પરથી સસ્થા અનાજની દુકાનો માટે યોગ્ય રેશનનો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવા સુચન કરવામાં આવ્યુ હતુ. સાથે જ નવી રેશનની દુકાન માટે ઘટતુ કરવા અપીલ કરવામાં આવી હતી.
બેઠક અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા આગામી સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી કાર્યક્રમમાં સૌ ધારાસભ્યઓને સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતર ધારાસભ્ય, મહુધા ધારાસભ્ય, કપડવંજ ધારાસભ્ય, ઠાસરા ધારાસભ્ય, બાલાસિનોર ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા વન સંરક્ષક,અધિક નિવાસી કલેક્ટર, ડીઆરડીએ ડાયરેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફીસરઓ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, સહિત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.