ખેડા જિલ્લાના નડિયાદથી ખાત્રજ મહેમદાવાદને જોડતા રોડ વરસાદમાં ધોવાઈ ગયો, મહેમદાવાદના વરસોલા ગામ પાસે રાત્રીના સમયે મુસળધાર વરસાદ વર્ષો હતો ત્યારે આ મેઈન રોડ પર ૭૦ મીટરનું મોટુ ગાબડું પડ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્ય રસ્તા પર વરસાદમાં મોટુ ગાબડું પડતા સ્થાનિકોએ સાવચેતી માટે લીલા લાકડા લગાવી ડાઇવર્જન આપ્યું હતું. સુરક્ષા માટે લગાવેલ દીવાલ વરસાદમાં ધોવાઈ ગઈ, રોડ પર 70 મીટર જેટલું ગાબડું પડ્યું હતું.
કરોડોના ખર્ચે આ નડિયાદથી મહેમદાવાદ ને જોડતો રોડ બનાવવામાં આવ્યો હતો. મુખ્ય રસ્તા પર વરસાદમાં મોટુ ગાબડું પડતા સ્થાનિકોએ સાવચેતી માટે લીલા લાકડા લગાવી ડાઇવર્જન આપ્યું, સુરક્ષા માટે લગાવેલ દીવાલ પણ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગઈ.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)