ભરૂચના સાંસદ મનસુખ વસાવા આદિવાસી યુવાઓ માટે ઉત્તમ શિક્ષણ અને ઉજવળ ભવિષ્યની વાત માટે તેઓએ પોતાના એક સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સંસદમાં પૂછેલ પ્રશ્ન વિશે ચોખવટ કરતા તેઓએ સમગ્ર જિલ્લાની શિક્ષણની પરિસ્થિતિ વિશેની વાત કરતા એક નિવેદન આપ્યું હતું.
ભરૂચના સાંસદની સોશિયલ મીડિયા દ્વારા શિક્ષણ જગતની પરિસ્થિતિ વિશે સાંસદમાં પૂછેલ પ્રશ્ન વિશે જણાવ્યું હતું, સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાની આ પોસ્ટ દ્વારા તેઓએ જણાવ્યું છે કે સમગ્ર જિલ્લાની શિક્ષણની પરિસ્થિતિ વિશેનો તેમને સ્પષ્ટ ચિતાર આપવાનો હતો પરંતુ તેઓએ ગત તારીખ 24 જુલાઈના રોજ સંસદમાં આદિવાસી ભાઈ બહેનોના પ્રશ્નોને અવારનવાર વાચા આપવાની વાતને વર્ણવી હતી આ પોસ્ટમાં તેઓએ જણાવ્યું છે કે સરકાર દ્વારા શૈક્ષણિક સુવિધાઓથી સંપન્ન શાળાઓ અને અન્ય સુવિધાઓથી સજ્જ છાત્રાલયો પણ ઉપલબ્ધ છે.
વધુમાં જણાવ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી સરકાર કામગીરી કરી રહી છે પરંતુ શિક્ષકોને અન્ય સરકારી કાર્યો સોંપવાના કારણે બાળકોના અભ્યાસમાં અવારનવાર અવરોધ ઊભો થતો રહે છે આદિવાસી બાળકોના અભ્યાસને જેના કારણે નુકસાન પહોંચી રહ્યું છે શિક્ષણની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે પ્રશિક્ષિત શિક્ષકોની જ નિમણૂક આદિવાસી વિસ્તારની શાળાઓમાં કરવી તેમ જ દેશના આદિવાસી વિસ્તારમાં યુવાનોને તાલુકા સ્તર પર નોકરી અને સ્વરોજગારી મળી રહે તે હેતુથી તાલીમ કાર્યક્રમ ચલાવવા માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ તેઓએ લોકસભામાં નિયમ 377 હેઠળ આ પ્રશ્ન સરકારના ધ્યાને મૂક્યો હતો.
પરંતુ તેમનો આ પ્રશ્ન મુકતાની સાથે જ અમુક વિરોધીઓ દ્વારા પ્રજા સમક્ષ એવી ગેર સમજ ફેલાવવામાં આવી રહી છે કે ભરૂચના સાંસદ દ્વારા જિલ્લાની શિક્ષણની પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો છે અને તેઓએ જણાવ્યું છે કે જિલ્લાની સમગ્ર શિક્ષણની પરિસ્થિતિ આ પ્રકારની છે હરહંમેશ ભરૂચના સાંસદ મનસુખ વસાવા લોકોના પ્રશ્નોની સાથે રહ્યા છે શૈક્ષણિક પરિસ્થિતિ વિશે તેઓએ સંસદમાં અવાજ ઉઠાવી આદિવાસી વિદ્યાર્થીઓ અને આદિવાસી યુવાનોની રોજગારી માટે પણ પ્રયત્નશીલ હોય તે સહિતની વિગતો તેમણે આપી હતી
અચાનક જ તેમના પ્રશ્નથી વિરોધાભાસ ઉત્પન્ન થતા આજે તેઓએ સોશિયલ મીડિયા દ્વારા સર્વેને જાણ કરી અને જણાવ્યું હતું કે હું હરહંમેશ આદિવાસી વિસ્તારના બાળકો માટે ચિંતિત છું તેમની શૈક્ષણિક કારકિર્દી માટે પણ ચિંતિત છું આથી તેમણે સંસદમાં શૈક્ષણિક પરિસ્થિતિ અને શિક્ષણ જગત ની સ્થિતિ વિશે પ્રશ્ન રજૂ કર્યો હતો.