Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થયા છે. અહીંયા વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં સોમવારથી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.

ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા શિવકુંજ આશ્રમ જાળિયામાં અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે મહારુદ્ર અભિષેક, મહારુદ્ર હોમાત્મક, ભૈરવ યાગ અને નવચંડી યાગ રાખવામાં આવેલ છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં વિશ્વ કલ્યાણ અર્થે દર વર્ષની જેમ જ આયોજન થયેલ છે.

શ્રાવણ માસ દરમિયાન અહીંયા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થશે. યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમોમાં પીપળા તથા બિલ્લી વૃક્ષ છોડ અર્પણ વિધિ, સત્સંગ અને પ્રસાદ તેમજ મહાનુભાવોનાં સન્માન અભિવાદન માટે આશ્રમ પરિવાર જાળિયાનાં કાર્યકર્તાઓ દ્વારા આયોજન રહેલ છે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.