બજેટ સત્ર 2024 અંતર્ગત કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ 2024 અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા ,કમલમ નડિયાદ મુકામે પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ ઉપરાંત નડીયાદ શહેર જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને ગુજરાત પ્રદેશ ભાજપના કન્વીનર ડો.યજ્ઞેશભાઈ દવેએ બજેટ.2024 વિશે વિસ્તૃત વિગતો આપી હતી.
આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ, ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, અમૂલના ચેરમેન વિપુલભાઇ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડો.યગ્નેશભાઈ દવેએ જણાવ્યું હતું કે વર્ષ 2009 થી 2014 દેશમાં કોંગ્રેસનું શાશન હતું.અને તજજ્ઞ અર્થ શાસ્ત્રીઓએ બજેટ આપ્યું હતું.તેમ છતાં પ્રજાને સીધો ફાયદો કરી આપે કે જન સુખકારીનો તેમાં અભાવ જોવા મળતો હતો. કોંગ્રેસના 70 વર્ષના સત્તાકાળમાં માત્ર બે લાખ સુધીની આવક મર્યાદામાં જ ટેક્સમાં રાહત. મળતી હતી.વર્ષ 2014 પછી દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું. સરકારમાં કોઈ અર્થશાસ્ત્રી કે તજજ્ઞ નાણાં મંત્રી નહોતા તેમ છતાં 7.25 લાખની આવક સુધી ટેક્સમાં તદ્દન રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી.બેન્કોની લૉન માં અગાઉ 70 વર્ષ દરમિયાન 11 ટકા એનપીએ હતી તેમાં છેલ્લા દસ વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થઇ એનપીએ 0.6 ટકા નોંધાઇ છે.લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.અગાઉ કોંગ્રેસના સત્તાકાળમાં વર્ષ 2009 થી2014 સુધીમાં 78 જેટલા મોટા કૌભાંડો પ્રકાશમાં આવ્યા હતા.જ્યારે નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં 0 ટકા સ્કેમ છે.વર્ષ 2024નું બજેટ અમૃતકાલનું બજેટ છે.
આગામી 25 વર્ષને અનુલક્ષી વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરતું બજેટ છે જેમાં દેશના સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી ,કૃષિ ક્ષેત્રે મહત્વની નાણાકીય જોગવાઈઓ કરવામાં આવી છે.આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગને કેન્દ્રસ્થાને રાખી સહુના સર્વાંગી વિકાસને વરેલું છે.એમ ડો.યગ્નેશભાઈ દવેએ જણાવ્યું હતું.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)