Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ખેડા જિલ્લામાં ૨૩ ગામોમાં રૂ. ૮૪.૧૯ લાખના ૪૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

ખેડા જિલ્લામાં ૨૩ ગામોમાં રૂ. ૮૪.૧૯ લાખના ૪૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

ખેડા જિલ્લામાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા. ૦૫ ઓગસ્ટના રોજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહુર્તના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લાના ૨૩ ગામોમાં રૂ. ૮૪.૧૯ લાખના કુલ ૪૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. ઠાસરા, મહેમદાવાદ, ખેડા, કપડવંજ અને મહુધા તાલુકાના ૨૩ જેટલા ગામડાઓમાં રૂ. ૬૭.૭૦ લાખનાં ૩૦ વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. ૧૬.૪૯ લાખનાં ૧૦ વિકાસકામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.

આ કામોમાં પીવાનું પાણી, બોર, પેવર બ્લોક, ગટરલાઈન, પાણીની પાઈપલાઈન, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરલાઈન જેવા ગ્રામ્ય જનસુવિધા અને જનસુખાકારીનાં વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહુર્ત સ્થાનિક ધારાસભ્ય, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ.

નોંધનીય છે કે તા. ૬ ઓગસ્ટના રોજ જિલ્લાનાં ૨૩ ગામોમાં રૂ. ૪૬.૧૬ લાખના કુલ ૨૭ કામોનું ખાતમુહુર્ત/લોકાર્પણ કરવામાં આવશે.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.