આણંદ જિલ્લાનું ઉમરેઠ છે તો તાલુકા મથક પણ છેલ્લા લાંબા સમયથી વીજળીનાં ધાધિયાથી નગરજનો ત્રાહિમામ થઇ ગયા છે. આજે ઉમરેઠના વાંટા વિસ્તારના રહેવાસીઓ વારંવાર કપાતી લાઈટ અને રાત પડે ડીમ વોલ્ટેજ થઇ જવાથી પંખા નહી ફરવાની તકલીફને લઈને ઉમરેરહ MGVCL ઓફિસમાં અરજી કરવા પહોંચ્યા હતા. વીજળી ઓફિસમાં એવો જવાબ મળ્યો કે મુખ્ય એન્જીનીયર સાહેબને વાત કરો પછી જ અરજી સ્વીકારશે.
મુખ્ય એન્જીનીયર હાજર નહોતા તો તેમને મોબાઈલ કોલ કરવામાં આવ્યા પણ તેઓએ કોલ ઉપાડ્યા નહીં. જેથી થાકીને સ્થાનિક લોકોએ સાંસદ મિતેશભાઈ પટેલને ફોન કર્યો અને સાંસદ શ્રી ને કોલ કર્યા બાદ વીજળી ઓફિસમાં અરજી લેવા તૈયાર થઇ ગયા. તો શું ઉમરેઠના પ્રજાજનો નાનીમોટી દરેક તકલીફમાં સાંસદ શ્રી ને કોલ કરશે તો જ તેમનો ઉકેલ આવશે ? આ સમસ્ત પ્રકરણમાં ઉમરેઠ વીજળી ઓફિસ અને તેમના જવાબદાર અધિકારીઓની શું કોઈ જ જવાબદારી નથી ?