વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્વારા ૧૫ મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ પ્રધાનમંત્રીએ જનજાતિ આદિવાસી ન્યાય મહા-અભિયાન (PM-JANMAN) જાહેર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના આદિમજૂથના લાભાર્થીઓને ફેશ-૨ માં વંચિત રહી ગયેલા લાભાર્થીઓને ધ્યાને રાખી નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકામા રહેતા આદિમજૂથના લોકો માટે PM-JANMAN અભિયાન પુનઃ શરૂ કરાયુ છે.
PM-JANMAN અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામા તા.૨૩ મી ઓગષ્ટ ૨૦૨૪ થી શરૂ થયેલી કામગીરીમાં આદિમ જૂથના કોટવાળીયા-કાથોડી લોકોને વિવિધ લાભ આપવામાં આવ્યા છે. લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની મહત્વની મૂળભૂત યોજનાઓનો લાભ મળે તે માટે અને લાભથી વંચિત રહી ગયેલા છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાના પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફેશ-૨ માં આદિમજૂથના લોકોને પીએમ જનમન અભિયાન હેઠળ શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા,અન્ન યોજના, પીવાનું પાણી, પીએમ આવાસ યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્યમાન કાર્ડ, વીજળી, આધાર કાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, જાતિના દાખલા, વિવિધ યોજનાઓના લાભોના હુકમ પત્રો અને સરકાર દ્વારા કરવામાં આવતા નક્કર પ્રયત્નો અને સંવેદના સાથે જન સુખાકારી માટે પીવીટીજી અંતર્ગત સાગબારા-ડેડિયાપાડા તાલુકાના વિવિધ ગામોમાં વહિવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા લાભથી વંચિત લાભાર્થીને યોજનાકીય લાભો આપવામા આવી રહ્યા છે.
PM JANMAN કાર્યક્રમ અંતર્ગત મામલતદાર કચેરી સાગબારા દ્વારા ભાદોડ ગામે કોટવાળીયા આદીમજુથનાં લોકો માટે આધારકાર્ડ તથા જાતિના દાખલા માટે ખાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તા. ૨૩ મી ઓગષ્ટથી જિલ્લામા શરૂ કરાયેલ PM-JANMAN અભિયાનમાં દેડિયાપાડા તાલુકાના કુંડીઆંબા, કોરવી, મુલ્કાપાડા, સોરાપાડા, ભુતબેડા, ખામ, ખુપર, મંડાળા, ઉમરાન, દેવગામ, નાની બેડવાણ, બેડદા, કનબુડી, ખરચીપાડા, ઝરણાવાડી, સામરપાડા, ખુરદી, નાની સિંગલોટી, બેસણા, કોલીવાડા, ઘાંટોલી, નાના સુકાઆંબા જ્યારે સાગબારા તાલુકાના ખોપી, ઉભારિયા, દેવસાકી, હલગામ, રછવાડા, કાકરપાડા, કોલવાણ, જાવલી, નવાગામ, નેવડીઆંબા, પલાસવાડા, ભાદોડ, મોટી પરોઢી, રાણીપુર, ઘોંડમુંગ, ટાવલ, ધવલીવેલ, સેલંબા, ઉમરદા, દોધનવાડી, ભોરાઆમલી, સજનવાવ, ગાયસાવર, મોટી દેવરૂપણ, પિરમંડાળા, ખામપાડા, ખોચરપાડા, કેલ, ડાબકા, દેવ મોગરાના ગામોને સમાવિષ્ટ લીધા હતા. જેમાં રેશન કાર્ડ, જાતિના દાખલા, આયુષ્યમાન ભારત કાર્ડ, વિજ કનેકશન સહિતની યોજનાઓનો લાભ આપવામાં આવ્યા છે. અને હજી જે કોઇપણ લોકો લાભથી વંચિત છે તેમને પણ આવરી લેવા માટેના નક્કર પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.