ઉમરેઠ બસ સ્ટેશન પાસે મંગલમ રેસીડેન્સી સોસાયટીમાં ફેબ્રીકેશનનું કામ કરી રહેલા બેચરી ગામના સંજય ભાઈ નામના કામદારનું આજે કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મૃતક સંજયભાઈની ઉંમર આશરે ૩૦ હોવાનું અનુમાન છે. ઘટના બાદ ઉમરેઠ પોલીસ તથા, વીજ કંપનીનાં વ્યક્તિઓ અને 108 એમ્બયુલન્સ તરત ઘટના સ્થળે દોડી આવ્યા.
મૃતક સંજયભાઈ બેચરીના અમિદાસ પૂરાના રહેવાસી હોવાનું હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે. મરણ પામનાર ઉમરેઠમના કાચલીયા શોપિંગ સેન્ટરમાં મહાકાલ એલ્યુમિનિયમમાં કામ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.