નડિયાદ વર્તુળ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજ પોલ, ટ્રાન્સફોર્મર અને અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજિત ૭૦૦૦ થી વધુ વીજ પુરવઠાને લગતી વિવિધ ફરિયાદોનો ઉકેલ કરવામાં આવ્યો છે. જેમાં ૩૨ જેટલી ટ્રાન્સફોર્મરની, ૪૫૧ જેટલી વીજપોલની અને ૨ જેટલી અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે.
હાલ એમજીવીસીએલ વિભાગની ૪ ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ ટીમ, ૨૦ ફોલ્ટ રીપેરીંગ ટીમ અને ૨૦ કોન્ટ્રાક્ટર ટીમો દ્વારા વીજ પુરવઠાને લગતી સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત છે.
આ પ્રસંગે અધિક્ષક ઇજનેર મધ્ય ગુજરાત વીજ કંપની, નડિયાદ તુષાર વ્યાસે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં તાજેતરના ફ્લડ અને વરસાદના કારણે અંદાજિત ૧૮૯ જેટલા ગામ પ્રભાવિત થયા હતા. આ પરિસ્થિતિને કારણે ખોરવાયેલા વીજ પુરવઠાને એમજીવીસીએલ વિભાગ દ્વારા ત્રણ દિવસમાં યથાવત કાર્યરત કરી ૭,૦૦૦ થી વધુ ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું હતું.