સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય બાદ જિલ્લા શહેર કક્ષાએ ભાજપ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ થયો છે.
ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ રાઘવજી મકવાણાનાં હસ્તે સદસ્યતા નોંધણી પ્રારંભે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણીનાં પ્રતિનિધિ મૂળજીભાઈ મિયાણી જોડાયાં હતાં.
સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય બાદ જિલ્લા શહેર કક્ષાએ ભાજપ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લાનાં આ કાર્યક્રમમાં સંયોજક હર્ષદભાઈ દવેનાં સંકલન સાથે પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, પ્રદેશ યુવા મોરચા મંત્રી નિલેશભાઈ ચુડાસમા, મહામંત્રીઓ ચેતનસિંહ સરવૈયા, ભરતભાઈ મેર તથા રાજેશભાઈ ફાળકી સાથે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ચીથરભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પનોત, દિવ્યેશભાઈ સોલંકી, અનિલભાઈ ગોહિલ સાથે અભયભાઈ ચાવડા વગેરે જોડાયાં અને માર્ગદર્શન આપ્યું.
પ્રારંભે જગદીશભાઈ મકવાણાએ સુંદર ગાન રજૂ કરેલ. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.
ભારતીય જનતા પક્ષ દ્વારા વ્યાપક રીતે સદસ્યતા અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા તાલુકા તથા ગામે ગામ વ્યાપક રીતે સદસ્યતા નોંધણી પ્રારંભ થયો છે, તેમ પ્રવક્તા કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક મૂકેશ પંડિત દ્વારા સમાચાર યાદીમાં જણાવાયું છે.