Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

વાલોડમાં બજારના રાજા નું શાહી આગમન

વાલોડમાં બજારના રાજા નું શાહી આગમન

ગણેશ ચતુર્થી નિમિત્તે દરેક ગણેશ મંડળ દ્વારા ગણપતિનું આગમન કરવામાં આવે છે ત્યારે વાલોડ તાલુકાના કે ગામના ઇતિહાસમાં પહેલીવાર બજારના રાજાના શાહી આગમનમાં 5,000 થી વધારે લોકો આવ્યા હતા.

વાલોડ ચાર રસ્તા એપીએમસી માર્કેટ થી લઈને વાલોડના મુખ્ય માર્ગ થઈ ગામમાં બજારના રાજાની શાહી સવારી નીકળી હતી. જેમાં મુખ્ય આકર્ષણ આર.કે ગોલ્ડ સ્ટાર બેન્ડ આવ્યું હતું અને બજારના રાજા ની ભવ્ય પ્રતિમા જે હીંચકા ઉપર ઝૂલતા ગણપતિની પ્રતિમા ને જોવા માટે ગામેગામ થી લોકો ઉમટી પડ્યા હતા.

આગમન દરમિયાન પોલીસ તંત્ર અને જીઇબી ના માણસો દ્વારા ખડે પગે મોડી રાત સુધી સેવા આપવામાં આવી હતી જેના માટે ગણેશ મંડળ દ્વારા એમનો આભાર માનવામાં આવ્યો હતો.

 

 

રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)

 

 

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.