વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં રહેતા હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ પાળતા રહીશોએ તાપી જિલ્લા કલેક્ટરને એક ચોંકાવનારું આવેદન પત્ર આપ્યું છે. આક્ષેપ છે કે સીટીસર્વે નં. ૩૧૩૩ માં ગેરકાયદેસર રીતે રહેતા વિધર્મીઓ અને તેમના મળત્યાઓ (સંજય શાહ અને ભરતેશ શાહ) દ્વારા સ્થાનિકોની માલિકીની જમીન ખોટી રીતે પડાવી લેવાનો અને લેન્ડ ગ્રેબિંગની ખોટી અરજીઓ કરીને હેરાન કરવાનો કારસો રચવામાં આવ્યો છે.
સરકારી અધિકારીઓ કઠપૂતળી બન્યા?
આવેદન પત્રમાં સીટીસર્વેના અધિકારીઓ (સુપ્રિટેન્ડન્ટ બિરાડે સાહેબ, આઝાદ ચૌધરી અને અભિષેક પરમાર) તેમજ વ્યારા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.જી. રાવલ સામે ગંભીર આક્ષેપો કરાયા છે:
ઓફિસ સમય પૂરો થયા પછી ગેરકાયદેસર રીતે રહીશોને જાણ કર્યા વિના માપણી કરવા પહોંચી જાય છે.
જ્યારે રહીશોના વકીલ રજૂઆત કરવા ગયા, ત્યારે વ્યારાના પી.આઈ. રાવલ સાહેબે ધમકાવીને ચેમ્બરમાંથી બહાર કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ.
સ્થાનિકો દ્વારા ગંભીર આરોપોમાં ધર્મ ભ્રષ્ટ કરવાનું હીન કૃત્ય કરવામાં આવી રહ્યુ છે એમ જણાવ્યું છે!!
સ્થાનિકોએ જણાવ્યું કે મુખ્ય અરજદાર આરીફ મેહબુબ શાહ (જે ખાટકીનો ધંધો કરે છે) તે અવારનવાર ઘરની મહિલાઓની છેડતી કરે છે અને હિન્દુઓનો ધર્મ ભ્રષ્ટ કરવા માટે વાડાના ભાગે માસ-હાડકાં નાખી જાય છે! પોલીસમાં ફરિયાદ કરવા છતાં કોઈ કડક પગલાં લેવાયા નથી.
સ્થાનિક રહીશોની મુખ્ય માંગણીઓ:
1. સીટીસર્વે નં. ૩૧૩૩ માં વિધર્મીઓ દ્વારા બનાવાયેલ *ગેરકાયદેસર ઘરો અને મસ્જિદનું બાંધકામ* તાત્કાલિક તોડી પાડવામાં આવે.
2. ખોટી રીતે કરાયેલી લેન્ડ ગ્રેબિંગની અરજી રદ થાય.
3. ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાય.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel