ખેડા જિલ્લાના ડાકોર સર્કલ પાસે બનાવવામાં આવેલો બ્રીજના ગડર પર વીજકરંટ ઉતરતા ચાલીને જતાં એક પદયાત્રીને વીજ કરંટ લાગ્યો હતો, જેથી તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે, અંબાજી જતાં એક પદયાત્રીને આ ગડર પર પગ પડતા કરંટનો જટકો લાગ્યો હતો. કરંટ એટલો બધો હતો કે, આ પદયાત્રીને ડાકોરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. વાઘોડિયાથી અંબાજી જતા સંઘના આ પદયાત્રીને ગતરોજ મોડી સાંજે કરંટ લાગ્યો હતો. બ્રિજના સ્લેબ વચ્ચે મારવામાં આવેલી લોખંડની પ્લેટ પર પગ મૂકતાં વીજ કરંટ લાગ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિકોએ ટેસ્ટરથી ચેક કરતા રસ્તા પરની પ્લેટ (ગડર)માં વીજ કરંટ જોવા મળ્યો હતો. આ કરંટ નજીક આવેલા સ્ટ્રીટ લાઈટના વીજ થાંભલાથી ઉતર્યો હોવાની શક્યતા છે.
આ ઘટનાને લઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયા હતા જે દર્દીનુ નામ હરીશ કાળીદાસ પરમાર (ઉ.વ.18, રહે.વાઘોડીયા) નું નિવેદન લઈ જાણવાજોગની નોંધ કરવાની તજવીજ હાથ ધરી છે.