11 સપ્ટેમ્બર, 1893ના દિને શિકાગોમાં “વિશ્વ ધર્મ પરિષદ” સમક્ષ સ્વામી વિવેકાનંદજીએ ઉદબોધન કર્યું અને હિંદુ ધર્મનો વિજય ઘોષ વિશ્વગગનમાં ગુંજી ઉઠયો. તે દિવસની સ્મૃતિમાં “સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિન ઉજવણી સમિતિ દ્વારા આજે સવારે ટાઉન હોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાજંલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રીમતી પ્રતિભાબેન જૈન (મા. મેયરશ્રી, કર્ણાવતી મહાનગર), શ્રી શૈલેષભાઈ પટેલ (પ્રોત કાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત), શ્રી મહેશભાઈ પરીખ (મા. સંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી મહાનગર), પૂ. ભાગવત ઋષિજી (ભાગવત વિદ્યાપીઠ, સોલા, કર્ણાવતી), શ્રી અમિતભાઈ શાહ (ધારાસભ્યશ્રી, એલિસબ્રિજ વિધાનસભા, કર્ણાવતી), શ્રી અશોકભાઈ રાવલ (સંયોજક, સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિન ઉજવણી સમિતિ) શ્રી વાસુદેવભાઈ પટેલ (સહ સંયોજક, સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિન ઉજવણી સમિતિ) સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.