તાજેતરમાં નડીયાદ શહેરમાં આવેલ સંતરામ મંદિર તથા તેની આજુ બાજુ હોસ્પિટલમાંથી ટ્રિચક્રી વાહનો ચોરતી ટોળકી સક્રિય થયેલી હતી, જે બાબતે મહે. પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ ચોરી કરતી દ્રિચક્રી વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા તથા નોંધાયેલ ગુનાઓ ડીટેકટ કરી આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ભરવાડ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઈન્સ આર.એચ.દેસાઈ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને જરૂરી સર્વેલન્સ તથા ટેકનીકલ હ્યુમન ઇન્ટેલીજન્સ સોર્સથી નોંધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ.
છેલ્લા ત્રણ દિવસમાં નડિયાદ શહેરમાંથી બાઇક ચોરી થવા બાબતે ત્રણ અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ હતા જેમાં નડિયાદ આંખની હોસ્પીટલના પાર્કિંગમાંથી તથા સંતરામ મંદિરના પાર્કિંગમાંથી બે મોટર સાયકલ મળી કુલ ત્રણ મોટર સાયકલ ચોરી થયેલ હતી. સદર ચોરીઓના ગુના દાખલ કરી આગળની વધુ તપાસ સર્વેલન્સ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઈ નાઓને સોંપેલ અને સર્વેલન્સ પો.સબ.ઇન્સ આર.એચ. દેસાઈ નાઓએ સર્વેલન્સ ના પો. માણસો સાથે જરૂરી સર્વેલન્સ તથા ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તાત્કાલીક તપાસ કરેલ. ગઈકાલ રોજ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સાથેના આ.પો.કો દશરથભાઇ પુંજાભાઇ તથા આ.પો.કો. સુરાભાઈ અમરાભાઈ નાઓને મળેલ સંયુકત બાતમી હકિકત આધારે નડિયાદ આર.ટી.ઓ પાસેથી એક ચોર ઇસમને ચોરીના બાઇક સાથે પકડી લીધેલ અને સદર ઇસમની યુકતિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર ઇસમે સંતરામ મંદિરના પાર્કિંગમાંથી મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત કરેલ અને આ સીવાય પણ છેલ્લા ત્રણ ચાર દિવસમાં બીજા બે મોટર સાયકલ સંતરામ મંદિરના પાર્કિંગમાંથી જ તથા સંતરામ હોસ્પીટલમાંથી ચોરી કરેલાની કબુલાત કરેલ. સદર આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જણાયેલ. જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.