શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ઝૂંપડી ઝૂંપડીમાં બેસાડી અલગ પ્રકારના શણગાર કરવામાં આવ્યા અને ગામઠી થીમ થી ઝૂંપડી શણગારવા માં આવી તથા સુખડીનો ભોગ દાદાને જમાડવામાં આવ્યો. અને ગણપતિ મહોત્સવમાં વધુ કોઈ ખર્ચો નહીં કરી ઘૂંટણના દુખાવાનો વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આવેલ દર્દી ને એક્સ રે વિના મૂલ્ય પાડી તેનું નિદાન કરવામાં આવ્યું જેમાં ડોક્ટર જેનીશ પટેલ સેન્ટરા હોસ્પિટલ તરફથી સેવા આપી.
જેમાં 160 થી વધુ દર્દીઓએ આ લાભ લીધો. સવારે ૭ કલાકે દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો, આ પ્રસંગે રામ ધુન કરવામાં આવી.
આ મંદિર 140 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાર્ક ખાતે આવેલ છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદા ને કરવામાં આવે છે દાદાને મહાભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તોએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી અનોખા દર્શનનો લાભ લેવા સવારથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે.