Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”ના કલાકારો બન્યા ભાવનગરના મહેમાન

20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”ના કલાકારો બન્યા ભાવનગરના મહેમાન

 

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાના નવા શિખરો સર કરી રહી છે ત્યારે તેમાં વધુ એક ફિલ્મનો થવા જઈ રહ્યો છે, જેનું નામ છે “સતરંગી રે”. એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ વાળી આ ફિલ્મ મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે તેવી છે.

ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમા રાજ બાસીરા અને કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે. આ ફિલ્મમાં સાથે ભાવિની જાની, રાગી જાની, પ્રશાંત બારોટ, મેહુલ બૂચ, પૂજા સોની, જીગ્નેશ મોદી વગેરે ગુજરાતી ફિલ્મોનાં નામી કલાકાર પણ સંકળાયેલા છે. આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે ટીમ ભાવનગરની મુલાકાતે આવી હતી અને આ ફિલ્મ અંગે જાણકારી આપી હતી .

પાંચથી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલીવુડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર ઈર્શાદ દલાલ એ કર્યુ છે ઉપરાંત આ ફિલ્મનું લેખનકાર્ય પણ ઈર્શાદ દલાલ દ્વારા જ કરવામાં આવ્યું છે. ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ ગાંગાણી અને દિનેશ માંગુકિયા છે જ્યારે ફિલ્મના ગીતો જીગરદાન ગઢવી, પાર્થિવ ગોહીલ, એશ્વર્યા મજમુદાર, ચેતન ફેફરે દ્વારા ગાવામાં આવ્યા છે.

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

બાઈટ-૧ : કથા પટેલ , એક્ટર ગુજરતી ફિલ્મ

બાઈટ૨ : રાજ બાસિરા , ડેબ્યું એક્ટર , ગુજરાતી ફિલ્મ

બાઈટ૩ : ઈર્શાદ દલાલ , ફિલ્મ ડિરેક્ટર

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.