આ પ્રસંગે એમએસયુના ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સના વાઇસ સજીવ કુમાર અને આઈએસજીજેના એકેડેમિક ડિરેક્ટર હાજર રહ્યા હતા. એમઓયુ પર હસ્તાક્ષર એમએસયુ ના સહસ્થાપક અને પ્રો- ચાન્સેલર કુલદીપ સરમા અને આઈએસજીજેના સ્થાપક અને સીઈઓ કલ્પેશ દેસાઈએ કર્યા હતા. સમારોહ પછી એક ઇન્ડસ્ટ્રી ટૂર કરવામાં આવી હતી. આ ટૂરમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના મુખ્ય સ્ટેકહોલ્ડર્સ એટલે કે ઉદ્યોગના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ એકસાથે આવ્યા. પ્રતિનિધિમંડળે જેમ્સ અને જ્વેલરી ઉત્પાદન પ્રક્રિયામાં અત્યાધુનિક પ્રગતિનો ફર્સ્ટ હેન્ડ અનુભવ મેળવ્યો હતો. આ એમઓયુનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરી અને આધુનિક ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ કોર્સિસ વિદ્યાર્થિઓને સતત બદલાતા જતા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે તાલ મિલાવતા શીખવશે.
આ પ્રસંગે પોતાનો ઉત્સાહ વ્યકત કરતા એમએસયુના કુલદીપ સરમાએ કહ્યું કે જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં 46 લાખ જેટલા લોકો મોટી સંખ્યામાં કામ કરે છે. તેઓ દેશના જીડીપીમાં મોટું યોગદાન કરે છે. એટલે તેમની સ્કીલ્સમાં વધારો કરવાનું કાર્ય આજે ખૂબ જ મહત્વનું બની ગયું છે. આ કરારથી અમે અમેં એવું કામ કરવા જઇ રહ્યા છીએ જે આ ક્ષેત્રના વિકાસમાં ખૂબ જ ગતિ લાવશે.
આ અંગે ખુશી વ્યક્ત કરતા આઈએસજીજે ના કલ્પેશ દેસાઈએ કહ્યું: “અમે બીબીએ અને એમબીએ ના અભ્યાસક્રમો શરૂ કરવા માટે એમએસયુ સાથે થયેલી ભાગીદારીથી ખૂબ જ ઉત્સાહિત છીએ. આ પ્રોગ્રામ્સ જેમ્સ અને જ્વેલરી બનાવવા માટેના કૌશલ્યમાંમાં આઈએસજીજેના ઊંડા અને લાંબાગાળાના અનુભવ અને એમએસયુ ના કૌશલ્ય-આધારિત શિક્ષણ માટે ભવિષ્ય કેન્દ્રિત અભિગમનું શક્તિશાળી મિશ્રણ રજૂ કરે છે. સાથે મળીને અમે ડિઝાઇનર્સ અને પ્રોફેશનલ્સની એવી નવી પેઢીને ઉછેરવાનો ધ્યેય ધરાવીએ છીએ જેઓ મોર્ડન ગ્લોબલ ટ્રેન્ડ્સને અપનાવીને જેમ્સ અને જ્વેલરીમાં ભારતના સમૃદ્ધ વારસાને આગળ ધપાવશે.”
રિપોર્ટ- ગભરુ ભરવાડ (સુરત)