આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધીકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પૂજારીએ સોમવારે સવારે 6થી 10 વાગ્યા સુધી ચાલતા પંચગવ્ય પરીક્ષા (શુદ્ધીકરણ)માં ભાગ લીધો હતો. ધાર્મિક વિધિમાં લાડુ અને અન્નપ્રસાદમ્ રસોડાનું પંચગવ્ય શુદ્ધીકરણ કરવામાં આવ્યું હતું.
శాంతి హోమం ముగిసింది
దోషాల నివారణ కోసం, భక్తుల శ్రేయస్సు కోసం నిర్వహించిన యాగం – టీటీడీ ఈవో
భక్తులు సాయంత్రం క్షమా మంత్రం పఠించాలి – అర్చకులు
Purificatory Shanti Homam Concludes
Ritual Held to Ward Off Doshas and for the Benefit of Devotees – TTD EO pic.twitter.com/EwEL9VTXfH
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 23, 2024
આંધ્રના CM ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ 18 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં YSR કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન તિરુપતિ મંદિરમાં પીરસવામાં આવતા લાડુ (પ્રસાદમ્)માં પ્રાણીની ચરબી ધરાવતું ઘી અને માછલીનું તેલ ભેળવવામાં આવ્યું હતું. બીજા દિવસે TDPએ લેબ રિપોર્ટ બતાવ્યો અને તેના આરોપોની પુષ્ટિ કરવાનો દાવો કર્યો.
અહીં શ્રી લલિતા પીઠમ, વશિષ્ઠાશ્રમ, શ્રીનિવાસ મંગાપુરમમાં વિશ્વ હિન્દુ પરિષદની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવવા અને ધર્મપરિવર્તનના મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે.
રાજ્ય સરકારે તિરુપતિ મંદિરના લાડુની તપાસ માટે SITની રચના કરી છે. સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે SIT રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
#WATCH | Andhra Pradesh: TTD (Tirumala Tirupati Devasthanams) organised a Maha Shanti Homam in the wake of Laddu Prasadam row.
Executive officer of Tirumala Tirupathi Devastanam (TTD) Shamala Rao and other officials of the Board participated in the Homamam along with the… pic.twitter.com/Gkh7JFeljT
— ANI (@ANI) September 23, 2024
ડેપ્યુટી CMએ કહ્યું- ભગવાન પાસે માફી માગી, ઉપવાસ કરી રહ્યો છું
આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કહ્યું- જ્યારે હિન્દુ મંદિરો અપવિત્ર થાય છે ત્યારે આપણે ચૂપ ન રહેવું જોઈએ. જો મસ્જિદો કે ચર્ચમાં આવું થયું હોત તો દેશમાં રોષ ફેલાયો હોત.
પવન કલ્યાણે રવિવાર (22 સપ્ટેમ્બર)થી 11 દિવસની તપસ્યાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેઓ ઉપવાસ કરશે. પવને કહ્યું- મને અફસોસ છે કે મને અગાઉ ભેળસેળ વિશે કેમ ખબર ન પડી. હું ઉદાસી અનુભવું છું. હું આનું પ્રાયશ્ચિત કરીશ.
हमारी संस्कृति, आस्था, विश्वास और श्रद्धा की धर्मधुरी, श्री तिरुपति बालाजी धाम के प्रसाद में, कुत्सित प्रयासों के तहत, जो अपवित्रता का, संचार करने की कोशिश की गई, उससे मैं व्यक्तिगत स्तर पर, अत्यंत मर्माहत हूँ, और सच कहूं तो, अंदर से अत्यंत छला गया, महसूस कर रहा हूँ। प्रभु…
— Pawan Kalyan (@PawanKalyan) September 21, 2024
પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર લખ્યું, આ પાપને શરૂઆતમાં ન ઓળખવું એ હિંદુ જાતિ પર કલંક છે.
જ્યારે મને ખબર પડી કે લાડુ પ્રસાદમમાં પ્રાણીની ચરબી હોય છે, ત્યારે હું ચોંકી ગયો. દોષ લાગે છે. હું લોકોના કલ્યાણ માટે લડી રહ્યો હોવાથી મને એ વાતનું દુઃખ છે કે હું એને કેમ ઓળખી શક્યો નહીં.
આંધ્રના પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને પ્રસાદમ્ વિવાદ પર નાયડુ પાસેથી જવાબ માગવા વિનંતી કરી છે. રેડ્ડીએ પત્રમાં લખ્યું છે કે CM ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD)ની પવિત્રતા, અખંડિતતા અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે લખ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ એક અસાધ્ય અને ટેવાયેલા જુઠ્ઠા છે અને તેઓ એટલી હદે ઝૂકી ગયા છે કે તેમણે માત્ર રાજકીય હેતુઓ માટે કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. જે જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે એનું સત્ય પ્રકાશમાં આવવું જોઈએ. આનાથી કરોડો હિંદુ શ્રદ્ધાળુઓના મનમાં પેદા થયેલી શંકા દૂર થશે અને TTDની પવિત્રતામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી સામે કેસ નોંધાયો આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી અને અન્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની પવિત્રતાને નુકસાન પહોંચાડવા અને પ્રખ્યાત તિરુપતિ લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની ભેળસેળના આરોપો બાદ હિંદુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હૈદરાબાદના સૈદાબાદ પોલીસ સ્ટેશનમાં વકીલે આ ફરિયાદ નોંધાવી છે.