જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં જિલ્લામાં કાર્યરત વિવિધ પાણી પુરવઠા યોજનાની કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં સર્ફેસ વોટરનો લાભ મહત્તમ લોકોને પહોંચાડવા હેતુ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.
બેઠક અંતર્ગત ખીજલપુર જૂથ યોજના, કપડવંજ સાઉથ ઝોન જૂથ યોજના, ફાગવેલ જૂથ યોજના, પરીએજ તળાવ, મહિસાગર આધારિત જૂથ યોજના, વનોડા જૂથ યોજના અને નગરામા જૂથ યોજના સહિત વિવિધ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા લોકોને આપવામાં આવતા પાણીના લાભની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ સર્ફેસ વોટરના લાભ અંગે લોકને જાગૃત કરી વધુમાં વધુ લોકોને આ પાણીનો લાભ અપાવવા સૂચન કર્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક લલિત પટેલ, ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ, નડિયાદના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.