ભારતમાં ટૂંક સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે. તહેવારોની સિઝનમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફરે છે. દિવાળી અને છઠ દરમિયાન રેલવે સ્ટેશનો લોકોથી ખીચોખીચ ભરેલા હોય છે. તેથી, તહેવારોની આ સિઝનમાં મુસાફરોને સુવિધા આપવા માટે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે ઘણી મોટી જાહેરાતો કરી છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું.
Railway Minister Ashwini Vaishnaw says, "This festive season, General Coach increased in 108 trains. 12,500 coaches sanctioned for Chhath puja and Diwali special trains. In 2024-25, a total of 5,975 trains have been notified till today. This will facilitate more than 1 crore… pic.twitter.com/Xxe3MpRZ43
— ANI (@ANI) September 27, 2024
12,500 કોચ મંજૂર
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે આગામી તહેવારોની સીઝનમાં રેલ્વેએ 108 ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેન માટે 12,500 કોચ મંજૂર કર્યા છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં વર્ષ 2024-25માં કુલ 5,975 ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે. આનાથી પૂજાના ધસારામાં 1 કરોડથી વધુ મુસાફરોને ઘરે જવાની સુવિધા મળશે. તે જ સમયે, 2023-24માં તહેવારોની સિઝન દરમિયાન કુલ 4,429 વિશેષ ટ્રેનો દોડી હતી.