દેશમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ કરી રહી છે. છેલ્લી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે ‘જાહેર સ્થળોએ અતિક્રમણ હટાવવા માટે જ છૂટ આપવામાં આવશે.’
Hearing in Supreme Court on the matter relating to bulldozer practice | Supreme Court reserves order on the issue of framing pan-India guidelines relating to demolition drive. Supreme Court extends interim order for not demolishing any property without permission, till further… pic.twitter.com/ZR6CzQXF35
— ANI (@ANI) October 1, 2024
ધાર્મિક સ્થળને હટાવવા અંગે સુપ્રીમ કોર્ટની કડક ટીપ્પણી
સુપ્રીમ કોર્ટે સાર્વજનિક સ્થળે બનેલા મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળને હટાવવા અંગે કડક ટીપ્પણી કરતા કહ્યું છે કે, ‘ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને અમારો નિર્દેશો તમામ માટે હશે, ભલે તે કોઈપણ ધર્મ કે સમુદાયનો હોય.’ આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જાહેર જગ્યાઓ પર અતિક્રમણ અંગે કહ્યું છે કે, ‘જો જાહેર રોડ કે ફૂટપાથ કે રેલવે લાઈન વિસ્તાર પર રસ્તાની વચ્ચે કોઈ ગુરુદ્વારા કે દરગાહ કે પછી મંદિર હોય, તો તે અડચણ ન બની શકે.