Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે કેમ વધી રહી છે? જાણો કેવી રીતે છે ભૂસ્ખલન સાથે કનેક્શન

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે કેમ વધી રહી છે? જાણો કેવી રીતે છે ભૂસ્ખલન સાથે કનેક્શન

વિશ્વના સૌથી ઊંચા પર્વત ‘માઉન્ટ એવરેસ્ટ’ની ઊંચાઈ સતત વધી રહી છે. એ તો જાણીતી હકીકત છે કે, લગભગ 50 મિલિયન વર્ષો પહેલાં ભારતીય ઉપખંડ યુરેશિયન પ્લેટ સાથે અથડાયો હતો અને હિમાલયની રચના થઈ હતી. ત્યારથી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સતત વધી રહી છે. ચાલો જાણીએ કે કયા કારણસર આમ થઈ રહ્યું છે.

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેમ વધી રહી છે?

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ વધારવામાં કારણભૂત બની છે એક નદી. જી, હા. નદી! નવાઈ લાગે એવી વાત છે પણ હકીકત છે. વર્તમાનમાં માઉન્ટ એવરેસ્ટની સૌથી નજીક વહેતી નદી છે કોસી નદી, જે માઉન્ટ એવરેસ્ટ સહિત બીજા શિખરોની પણ ઊંચાઈ વધારવામાં ફાળો આપી રહી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.