પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટેશન પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ASI રામભાઈ વેલાભાઈ ખોડા,પોલીસ કોન્સ્ટેબલ ધનરાજ કેસરીસિંહ મહીડા અને હિતેશ દિપસંગભાઈ રાઠોડે વિદેશી દારૂ ના કેસ નાં આરોપીને હાજર કરવા અને માર નહી મારવા અને વધુ રીમાન્ડ નહી માંગવા ના કેસ માં ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓને રૂપિયા 45 હજારની લાંચ લેતા ખેડા-નડીયાદ ACB પોલીસે ઝડપીયા.
પેટલાદમાં દારૂના કેસમાં નામ ખૂલતા ફરાર આરોપીને હાજર કરવા, માર ન મારવા અને રીમાન્ડ ન માગવા સાથે કેસની પતાવટ માટે રૂ.૪પ હજારની લાંચ મામલે ઍસીબીઍ આજે સાંજે ટ્રેપ ગોઠવી હતી. જેમાં ઍઍસઆઇ સહિત ૨ કોન્સ્ટેબલોને ઍસીબીઍ દબોચ્યા હતા. સ્ટેશન ચોકીમાં બંધ બારણે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઍસીબીની ટ્રેપના પગલે પેટલાદ શહેર સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઝડપાયેલા ચારેયને નડિયાદ ઍસીબી કચેરીમાં લઇ જવામાં આવ્યા હતા.