દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ ના નેતૃત્વ હેઠળ બેન્ક ના વા.ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર અને ડિરેક્ટર સંદીપસિંહ ચુડાસમા તથા ડિરેક્ટર ભરતભાઈ પટેલના સહકારથી તા.૧૫/૧૦/૨૦૨૪ મંગળવારે નાબાર્ડ ના ઉપક્રમે ખંભાત તાલુકાના ગોલાણા ગામમાં નાબર્ડના સહયોગથી નાણાકીય સાક્ષરતા અભિયાન (એફ.એલ.સી કેમ્પ) નું આયોજન બેન્ક દ્વારા કરેલ જેમાં ગોલાણા ગામની મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા,નાણાંકીય સાક્ષરતા અભિયાન (ફાઇનાન્સિયલ લિટરેસી કેમ્પ – FLC ) માં બેન્કની ડિપોઝિટ યોજનાની સમજૂતી ,કેવાયસી અંગેની જાગૃતિ,ડિજિટલ બેન્કિંગ તથા માઈક્રો એટીએમની સમજુતી,બેંકની વિવિધ ધિરાણલક્ષી યોજનાની માહિતી, રિકવરી અંગેની માહિતી, સામાજિક જન જાગૃતિ અંગેની સમજૂતી, સી ટુ સી ( સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર), સેવા મંડળીઓનું કોમ્પુટર રાઇઝેશન, સેવા મંડળી સી એસ સી (કોમન સર્વિસ સેન્ટર) અંતર્ગત મંડળીઓ વિવિધ કામગરી કરી શકશે તેવી માહિતી આપવામાં આવી.
જેમાં બેન્કના ચેરમેન તેજસભાઇ પટેલ ,વા.ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, ડિરેક્ટર ભરતભાઈ પટેલ, ડિરેક્ટર સંદીપસિંહ ચુડાસમા, સંજયભાઈ પટેલ માજી ધારા સભ્ય અને પ્રભારી અમદાવાદ શહેર, ગીરીશભાઈ પટેલ ચેરમેન એ.પી.એમ.સી ખંભાત, અજિતસિંહ વણાર ચેરમેન ખંભાત તાલુકા ખરીદ વેચાણ સંઘ, સંદીપસિંહ ગોહિલ વા.ચેરમેન એ.પી.એમ.સી ખંભાત, રણછોડભાઈ જાદવ પ્રતિનીધી આણંદ જીલ્લા પંચાયત સભ્ય અને સરપંચ, મીતલી ગ્રામ પંચાયત રામભાઇ ભગત ઠાકર દુવારા ના ભગત, તેમજ ગોલાણા ,ગણેશપુરા, હૈદરપૂરા, રોહિણી,તરકપુર, મીતલી, નકળંગપૂરા, પાંદડ,ગોપાલપૂરા ગામો ના સહકારી આગેવાનો તથા ગામના અન્ય આગેવાન તથા બેન્કના અઘિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહેલ હતા.