ભારતીય રેલવેમાં રોજના 2.5 કરોડ લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલવે દ્વારા હંમેશા એવા પ્રયાસો રહે છે કે તેઓ તેમના યાત્રીઓને સારામાં સારી સુવિધાઓ આપે. પરંતુ અનેકવાર તેમાં ચુક થઈ જતી હોય છે. અનેકવાર મુસાફરોને ભારે અગવડ પણ ભોગવવી પડતી હોય છે. ત્યારે મુસાફરોને ભારતીય રેલવેને લઈને કોઈ ફરિયાદ હોય તો કેવી રીતે કરી શકાય, જાણો
આ કિસ્સાઓમાં ફરિયાદ કરી શકો છો
જો કોઈ યાત્રી સેકન્ડ ક્લાસની ટિકિટ લે છે. પણ જ્યારે તે સ્ટેશન પર જાય છે. ત્યારે ખબર પડે કે કોઈ આવો કોચ નથી. જો તમે આ અંગે ફરિયાદ કરી શકો છો. ભારતીય રેલવેમાં કેટરિંગની સર્વિસ ઉપલબ્ધ હોય છે. જો યાત્રીને કેટરિંગ સર્વિસમાં કોઈ સમસ્યા આવે જેમ કે સમયસર જમવાનું ન મળવું કે પછી ખરાબ ભોજન મળવું. તો આ સ્થિતિઓમાં યાત્રી ફરિયાદ કરી શકે. જો ટ્રેનમાં સ્વચ્છતા ન હોય, વોશરૂમ ગંદા હોય તો પણ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી શકાય છે. જો ટ્રેન મોડી પડે છે, તો મુસાફર સમય મર્યાદામાં રિફંડ માટે અરજી કરે છે. જો સમયની અંદર ટીડીઆર ફાઇલ કર્યા પછી પણ રિફંડ ન મળે તો પણ મુસાફર ફરિયાદ કરી શકે છે. જો પ્રવાસ દરમિયાન કોઈ મુસાફરનો સામાન ચોરાઈ જાય અને પરત ન મળે તો મુસાફર ફરિયાદ કરી શકે છે.
કેવી રીતે કરવી ટ્રેનને લગતી ફરિયાદ
સૌથી પહેલા https://railmadad. Indianrailways.gov.in/madad/final/home.jsp પર જાવ. હવે ફરિયાદ કરવા માટે ટ્રેન ફરિયાદમાંથી કોઈ વિકલ્પ પસંદ કરો હવે મોબાઈલ નંબર નોંધાવીને ઓટીપી નાખો. રજિસ્ટ્રર થયા બાદ PNR Number અને ફરિયાદ નોંધાવો. ફરિયાદને લગતાં ફોટો અને વીડિયો પણ અપલોડ કરી શકો છો. ફરિયાદ નોંધાવ્યા બાદ સબમિટ પર ક્લીક કરો. ફરિયાદ નોંધ્યા પછી રેફરન્સ નંબર મળશે, જેની મદદથી ફરિયાદનું સ્ટેટસ જાણી શકશો.