Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

ખેડા બારેજા નજીક બાઈક અને લોડિંગ વાહનનો અકસ્માત : એકનું ઘટનાસ્થળે મોત

ખેડા બારેજા નજીક બાઈક અને લોડિંગ વાહનનો અકસ્માત : એકનું ઘટનાસ્થળે મોત

ખેડા બારેજા નજીક પામ ગ્રીન રિસોર્ટ ની સામે બાઈક અને લોડિંગ વાહન નો અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું.

બનાવની વિગત જાણી એ તો ખેડા થી બારેજા જતો નેશનલ હાઇવે પર વડોદરા થી અમદાવાદ પરત આવતા ખેડા નજીક આવેલ પામ ગ્રીન રિસોર્ટ ની સામે લોડિંગ વાહન નંબર જી જે ૦૧ જે ટી ૮૬૫૨ ની ગાડી ચાલક ને ચાલુ ગાડિયે ઊંઘ નું જોકું આવતા આગળ જતું બાઈક નંબર જી જે ૦૧ જે સી ૬૦૨૪ પર જય રહેલ મૂળ મહારાષ્ટ્ર ના પણ હાલ અમદાવાદ નારોલ માં રહેતા સંતોષ ભાસ્કર પવાર નામના વ્યક્તિ ની બાઈક ને અડફેટ માં લેતા બાઈક ચાલક નું ઘટના સ્થળ પર મૃત્યુ થવા પામ્યું હતું
ઘટના ની જાણ થતા ખેડા ટાઉન ના પોલીસ અધિકારી આવી પોહચી ને આગળ ની કાર્ય વાહી હાથ ધરી અને બોડીને પી એમ અર્થે ખેડા સિવિલ માં મોકલવામાં આવી હતી.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.