રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને જિલ્લા ગ્રામ વિકાસએજન્સી, ખેડાના સહયોગથી રૂડસેટ સંસ્થા, નડિયાદ દ્વારા ૧3 દિવસની નિઃશુલ્ક સી.સી.ટી.વી. રિપેરિંગ, સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ સિસ્ટમ અંગેના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડા જિલ્લાના ૨૨ યુવકોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં તાલીમાર્થીઓને નિઃશુલ્ક સી.સી.ટી.વી. રિપેરિંગ, સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ સિસ્ટમના રિપેરિંગને લગતી તમામ બાબતોને પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું હતું.
આ તાલીમના પૂર્ણાહુતિ પ્રસંગે રૂડસેટ સંસ્થા, નડિયાદના નિયામક મનહર પરમારે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.