મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના ધૂલેમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ પહેલા તો સભામાં આવેલી જનતાનો આભાર માન્યો અને ત્યારબાદ મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે, મહારાષ્ટ્ર પાસેથી મેં જ્યારે પણ કંઈ માગ્યું છે, ત્યારે મહારાષ્ટ્રના લોકોએ દિલ ખોલીને મને આશીર્વાદ આપ્યા છે.
ये जनसमूह, ये उत्साह, ये उमंग वाकई अभिभूत कर देते हैं।
हम सभी को, भाजपा को महायुति को, महायुति के एक-एक उम्मीदवार को आपका आशीर्वाद चाहिए।
मैं आपको विश्वास दिलाता हूं कि पिछले 2.5 वर्षों में महाराष्ट्र के विकास को जो गति मिली है, उसे रुकने नहीं दिया जाएगा।
– पीएम @narendramodi… pic.twitter.com/aA4XJHtbGG
— BJP (@BJP4India) November 8, 2024
પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે, 2014ની વિધાનસભા ચૂંટણીમાં હું તમારી વચ્ચે આવ્યો હતો. મેં તમારી પાસે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર માટે આગ્રહ કર્યો હતો. તમે મહારાષ્ટ્રમાં 15 વર્ષના લાંબા રાજકીય ચક્રને તોડીને ભાજપને અભૂતપૂર્વ જીત અપાવી. આજે હું ફરી એકવાર અહીં ધૂલેની ધરતી પર આવ્યો છું. હું ધૂલેથી જ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યો છું.
MVAમાં ડ્રાઈવર સીટ માટે ઝઘડો- PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકોની રાજનીતિનો આધાર માત્ર લૂંટ છે. મહાવિકાસ આઘાડીની ગાડીમાં માત્ર ડ્રાઈવર સીટ માટે જ ઝઘડો છે. તેમની કારમાં ન તો પૈડુ છે કે ન તો બ્રેક છે. તે સત્તામાં આવીને વિકાસ ઠપ કરી દે છે. અમારી યોજનાઓને MVA સહન નથી કરી શકતી. પીએમ મોદીએ કહ્યું કે અમે જનતાની સેવા કરવા માટે રાજકારણમાં છીએ. આગામી 5 વર્ષ મહારાષ્ટ્રની પ્રગતિને નવી ઊંચાઈ પર લઈ જઈશું. મહારાષ્ટ્રને જે સુશાસનની જરૂર છે તે માત્ર મહાયુતિ સરકાર જ આપી શકે છે.
મહાયુતિનું વચનનામું શાનદાર- PM મોદી
પીએમ મોદીએ રેલીમાં આવેલા લોકોને કહ્યું કે, ‘અમને બધાને, ભાજપને, મહાયુતિને, મહાયુતિના દરેક ઉમેદવારને તમારા આશીર્વાદની જરૂર છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે છેલ્લા 2.5 વર્ષમાં મહારાષ્ટ્રના વિકાસને જે ગતિ મળી છે તેને રોકીશું નહીં. મહાયુતિનું વચનનામું શાનદાર છે, મહાયુતિના સંકલ્પો પર ચર્ચા થઈ રહી છે.’
MVAના લોકો મહિલાઓને અપશબ્દો કહે છે
પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે મહાવિકાસ અઘાડીના લોકો મહિલાઓને અપશબ્દો કહે છે. મહારાષ્ટ્રની જનતા તેમને માફ ન કરે. તેઓ મહિલાઓને સશક્ત નથી થવા દેવા માગતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે MVAના લોકો મહિલાઓને નીચી દેખાડે છે. તેઓ લાડલી બેહના યોજના બંધ કરી દેશે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નક્કી કર્યું છે કે જો તેમને સત્તા મળશે તો તેઓ આ યોજનાને સૌથી પહેલા બંધ કરશે. આથી મહારાષ્ટ્રની દરેક મહિલાએ આ અઘાડી લોકોથી સાવધ રહેવું પડશે. તેઓ ક્યારેય નારી શક્તિને સશક્ત નથી જઈ શકતા. પીએમ મોદીએ ધુલેમાં જાહેર સભામાં કહ્યું કે વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારત માટે આપણી બહેનો અને દીકરીઓનું જીવન સરળ બનાવવું અને તેમને સશક્ત બનાવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે મહિલાઓ આગળ વધે છે ત્યારે આખો સમાજ ઝડપથી પ્રગતિ કરે છે. તેથી છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે મહિલાઓને કેન્દ્રમાં રાખીને મોટા નિર્ણયો લીધા છે.
#WATCH | Dhule, Maharashtra: Addressing a public rally, PM Narendra Modi says, "… The opposition is trying everything to stop the Majhi Ladki Bahan Yojana. Congress ecosystem members have reached the courts against this scheme. They want to discontinue this scheme as soon as… pic.twitter.com/4TiHhj1YnF
— ANI (@ANI) November 8, 2024
પીએમ મોદીએ કહ્યું કે, આખું મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે કે, કોંગ્રેસ અને અઘાડીના લોકો હવે કેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવા પર ઉતરી આવ્યા છે. અભદ્ર ભાષા, કેવી-કેવી કોમેન્ટ, મહિલાઓને અપમાનિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આઘાડી લોકોના આ કૃત્યને મહારાષ્ટ્રની કોઈ માતા અને બહેન ક્યારેય માફ નહીં કરી શકે.