તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લામાં આજે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. રાઘવપુરમ અને રામગુંડમ વચ્ચે રેલવે ટ્રેક પરથી એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. 44 વેગન વાળી આ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા અને પલટી ગયા હતા. આ ટ્રેન આયર્ન ઓર લઈને ગાઝિયાબાદથી કાઝીપેટ જઈ રહી હતી. આ દુર્ઘટના ગત રાત્રે સર્જાયો હતો જેની માહિતી આજે સવારે સામે આવી છે. ટ્રેન પાટા પરથી ખડી પડવાના કારણે રેલ માર્ગ ખોરવાઈ ગયો છે, તેથી રેલવેએ રૂટ પર દોડતી 30 થી વધુ ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે. ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દિલ્હી અને ચેન્નઈ વચ્ચેનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. દુર્ઘટનાના કારણે સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો અને અન્ય માલ ગાડીઓ પણ ટ્રેનના પાટા પર ફસાઈ રહી હતી. આ માહિતી દક્ષિણ મધ્ય રેલવેના PROએ આપી છે.
Telangana | In Peddapalli district, a goods train got derailed between Raghavapuram and Ramagundam. The goods train consisting of 44 wagons was carrying iron ore. Out of the 44 wagons, 11 wagons got derailed. The incident happened at around 10 pm yesterday night. Around 37 trains…
— ANI (@ANI) November 13, 2024
રેલવે એન્જિનિયરોએ આ દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે, જેમાં ટ્રેન પાટા પરથી ઉતરવા પાછળના સંજોગોને સમજી શકાય. દુર્ઘટનાની જાણ થતાં જ સ્ટેશન માસ્ટર, રેલવે અધિકારીઓ, સ્થાનિક પ્રશાસન, અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. રેલવે કર્મચારીઓ દ્વારા ક્ષતિગ્રસ્ત ડબ્બા અને સામાનને પાટા પરથી હટાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે, જેથી ટ્રાફિક ફરી શરૂ કરી શકાય.
રેલવે પ્રશાસનનું કહેવું છે કે તપાસ રિપોર્ટ તૈયાર કર્યા પછી તેને અધિકારીઓને સોંપવામાં આવશે, જેથી આ ઘટનાના મૂળભૂત કારણો જાણવા અને તેનું નિરાકરણ કરવા માટે પગલાં લઈ શકાય. આવી ઘટનાઓને કારણે પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓની અવરજવર પ્રભાવિત થાય છે, અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એ માટે, રેલવે પ્રશાસન ભાવિમાં આ પ્રકારની દુર્ઘટનાઓ રોકવા અને માલગાડીઓને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે.