વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે આઠમા દિવસે આ મહાઉત્સવમા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહેમાન બની પધાર્યા હતા. સાંજના સત્રમાં ખાસ તેમણે હાજરી આપી મહોત્સવમાં સહભાગી થયા હતા અને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શિવાદ મેળવ્યા હતા. આ પહેલા ગૃહમંત્રીએ નડિયાદના ધારાસભ્યના ઘરે શુભેચ્છા મુલાકાત લીધી હતી. મહોત્સવમાં સહભાગી થયેલા હર્ષ સંઘવીએ હરિભક્તોને સંબોધ્યા હતા.
તેમણે સંબોધતા કહ્યું કે, આ નવ દિવસના મહોત્સવમાં દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે આ સંસ્થા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે, પાર્કિંગથી માંડી તમામ પ્રકારનું આયોજન ખુબજ સુંદર છે. આ 200 વર્ષના ઐતિહાસિક પળની સાક્ષી છે. સમાજને વ્યસન મુક્ત કરવા હાકલ કરતાં તેમણે કહ્યું કે, આ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિની અનેક પ્રવૃત્તિ કરાઈ રહી છે. વધુમાં તેમણે કહ્યું કે, સાળંગપુર હનુમાનજીના આર્શીવાદ સાથે ગદા લઈને અમે ડ્રગ્સ સામે લડી રહ્યા છે અને દાદાના આર્શીવાદ સદાય સાથે છે. સંપ્રદાયના અનુયાયીઓને રાષ્ટ્રની દેશ ભક્તિ સાથે જોડાવવા હાકલ કરી છે.
આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત અગ્રણીઓ જોડાયા હતા. તો વળી આજે આ દિવ્ય મહોત્સવમાં શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં 500થી વધુ બહેનો સવારથી રોટલા બનાવવાની કામગીરીમાં જોતરાઈ હતી. આ ઉપરાંત શાક સુધારવાની કામગીરી પણ કરી હતી. જે બાદ સાંજે ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવશે.
એન એસ એસ સ્વયસેવકોએ ગુજરાતની કલા અને સંસ્કૃતિ તેના ભવ્ય ઇતિહાસના દર્શન પાટણની ઐતિહાસિક રાણી ની વાવ, મોઢેરાનું સૂર્યમંદિર, વડનગરનું કીર્તિ તોરણ, તાના રીરી જેવી વિરાસતો નિહાળી અને જાણે ગુજરાતના 210 નવા એમ્બેસેડર બન્યા. તેમણે ગુજરાતની કલા સંસ્કૃતિ, બોલી અહીના ગરબા, ખાન પાન અને લોકોનો સ્વભાવ ખુબ જ પસંદ આવ્યો.