ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નુતન વર્ષમાં ભાવનગર ગ્રામ્યનો સ્નેહ મિલન યોજાયો જેમાં બોહાળી સંખ્યા લોકો આવ્યા હતા , કાર્યક્રમ વચ્ચે બે મિનિટ માટે વીજ પુરવઠો ખોરવાયો હતો તેમ છતાંય લોકો શાંતિ જાળવી રાખી હતી અને ભાવનગર પશ્ચિમના નેતાને સાંભળ્યા હતા .
ભાજપની પરંપરા મુજબ ભાવનગર ગ્રામ્ય ૧૦૩ નો નૂતન વર્ષ નો સ્નેહમિલન યોજાયો હતો . ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી ની લોક ચાહના એટલી બધી છે કે કાર્યક્રમ દરમિયાન ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી નું વક્તવ્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન બે મિનિટ માટે વીજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ ભાઈની લોક ચાહના ને કારણે લોકોએ શાંતિ જાળવી હતી અને જીતુભાઈની ભાષણ સાંભળ્યું હતું . ચાલુ ભાષણે વીજ પુરવઠો ખોરવાયો હોવા છતાંય ધારાસભ્ય જીતુભાઈ એક ક્ષણ વિચલિત થયા વગર પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતુ.
આ પ્રસંગે ગુજરાત કોળી સેના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ લોકો નો આભાર માન્યો અને તેમના પિતાશ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે કાર્યક્રમમાં હાજર નહિ રહી શકતા દિલગીરી વ્યક્ત કરી હતી .
આ પ્રસંગે આર.સી.મકવાણા , જીતુભાઈ વાઘાણી , ભરતભાઈ બારડ , અભયસિંહ ચૌહાણ સહિત તાલુકા પ્રમુખો , મંત્રીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .
રિપોર્ટર-સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)